પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું ખાતર ઉપાડે છે તેના આધારે કેટલું ઉત્પાદન લેવા કેટલું ખાતર નાખવું તેનો ફર્ટિગેશન પ્રોગ્રામ બને છે. આ માટે જોઈએ ડ્રીપ ઈરીગેશન અને ઉચ્ચ ગુણવતાવાળા દ્રાવ્ય ખાતરો. આ વરસે એવું નક્કી કરીએ કે ખેતી તો પાળા ઉપર મલચિંગ અને ડ્રિપ સાથે કરીએ અને નવા વરસે આ બદલાવ કરીને ખેતી નફાકારક બનાવીએ .

Share this post: