
નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા માટે આ જ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. એક ટન વજન આરામથી વહન કરી શકાય છે. હ. ચાર કલાકમાં પાંચ વોટનું ચાર્જિંગ થઈ શકે છે. તેની બેટરી સાતથી દસ હજારની આવે છે .
આ ટ્રેક્ટરથી દવાનો છંટકાવ પણ કરી શકાય છે. ચારથી છ ઇંચ જમીનનું ખેડાણ કરી શકાય છે. નવીનભાઈ કહે છે કે, ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનને સૂર્યપ્રકાશ મળે છે. ઊંડી ખેડ કરવાથી જમીનજન્ય ફૂગ, કોશેટા વગેરે નાશ પામે છે. ચંદુભાઈએ ધરુ કરીને ટેટી વાવી છે. તેમાં ૧૧૦૦૦ રોપા વાવ્યા હતા. પહેલી જ વખત ૧૩ ટન ટેટીનું ઉત્પાદન થયું. પચાસ દિવસે ટેટી લાગે છે. પાણીનો બચાવ થાય છે. ૧૮ દિવસના રોપા 9 માર્ચે વાવ્યા હતા, ૨૨ દિવસે ફૂલ આવવાનાં શરૂ થઈ ગયા હતા. નર્સરીમાં છોડ ઉછેરીને ટેટી વાવવાનો અનુભવ ખૂબ સારો રહ્યો.



