ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,
૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ?

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને તેની ઉપર ચોંટી શકે તેવો ગુંદર હોય છે કે જે સૂર્યપ્રકાશ અને પાણી સામે લાંબા સમય સુધી ટકી શકે છે. કીટકો આવા ગુંદર સાથે ચોંટી જાય છે અને પાકમાં નુકશાન કરવા જઈ શકતા નથી. આવા ચીકણા પિંજર કોઈ પણ પ્રકારના રસાયણ વિના પાકને જીવાતોના ઉપદ્રવથી બચાવે છે. આવા પિંજર જંતુનાશક દવાઓ કરતાં ખૂબ જ સસ્તા છે. આમ, સ્ટીકી ટ્રેપ એ એક પાતળી શીટ છે જેમાં ચીકણો પદાર્થ જોડાયેલ છે તે પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી જેવા ઘણા રંગોમાં આવે છે. વિવિધ જીવાતો આ રંગોથી આકર્ષાય છે અને તેની તરફ આવે છે અને અટકી જાય છે. કેટલીક જીવાતો જેવીકે કરોળિયા, ઢાલીયા કીટકો, કથીરી અને ઝીણી ચુસીયા જીવાતો ચીકણા પિંજરથી ટ્રેપ કરી શકાય છે.

ચીકણા પિંજરના પ્રકાર :
ચીકણા પિંજર(સ્ટીકી ટ્રેપ) ઘણા રંગના હોય છે. જેમાં પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી કલરના ચીકણા પિંજર સામે જુદી જુદી જાતિની જીવાતો આકર્ષાય છે.
પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) :
પીળા ચીકણા પિંજર એ સફેદમાખી, મોલો અને પાનકોરિયા જેવી જીવાતો માટે ખૂબ જ સાનુકૂળ છે.આવા પિંજરનો ઉપયોગ મુખ્યત્વે ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં થાય છે.
વાદળી ચીકણા પિંજર (બ્લ્યુ સ્ટીકી ટ્રેપ) :
વાદળી ચીકણા પિંજરનો ઉપયોગ થ્રીપ્સ નામની જીવાતોના નિયંત્રણમાં થાય છે.
કાળા ચીકણા પિંજર (બ્લેક સ્ટીકી ટ્રેપ) :
આ પ્રકારના પિંજર ટામેટીના ખેતરમાં નુકશાન કરતાં અમેરિકન પીન વર્મના નિયંત્રણમાં થાય છે.
રાતા ચીકણા પિંજર (રેડ સ્ટીકી ટ્રેપ) :
રાતા ચીકણા પિંજરનો ઉપયોગ પીઅર બ્લાઈટ બીટલના નિયંત્રણમાં થાય છે.
નારંગી ચીકણા પિંજર (ઓરેન્જ સ્ટીકી ટ્રેપ) :
નારંગી ચીકણા પિંજર કેરટ ફ્લાય (ગાજરની માખી)ના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજરના ફાયદા :
ચીકણા પિંજર એ એક બિન ઝેરી અને રસાયણ મુક્ત છે પાકના નુકશાનમાં ૪૦ થી ૫૦% નો ઘટાડો કરી શકાય છે. વિવિધ જીવાતોને સરળતાથી મોનીટરીંગ/નિયંત્રિત કરી શકાય છે. ચીકણા પિંજરથી ખાસ કરીને ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજર વાપરવાની પદ્ધતિ :

  • પાકની શરૂઆતની અવસ્થાએ અને પાકમાં જીવાતનો ઉપદ્રવ થાય તે પહેલાં ચીકણા પિંજર લગાવવા જોઈએ.
  • ચીકણા પિંજર પાકની ઊંચાઈથી અંદાજે એકાદ કે દોઢેક ફૂટ વધુ ઊંચાઈએ લગાડવા. ૭૦% કે તેથી વધુ સપાટી કીટકો કે ધૂળના રજકણોથી ઢંકાઈ જાય કે તુરત જ બદલી નાંખવા.

Share this post: