બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1

જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની થઈ જાય છે અને જ્યાં સુધી તે ખેડવામાં ન આવે ત્યાં સુધી બાયોચારને જમીનની સપાટી પકડી રાખે છે.
બાયોચાર – 2

બાયોચાર પર ભેજ લાગુ કરો. પાણી સીધું બાયોચર પર લાગુ કરી શકાય છે અથવા તેને ભેજવાળા ખાતર સાથે મિશ્રિત કરી શકાય છે. છાણિયું ખાતર અથવા બાયોગેસ સ્લરી (ખાતર નો રગડો) જેવા અન્ય પ્રકારના સુધારાઓ સાથે બાયોચારનું મિશ્રણ કરીને બાયોચાર ફોમ્ર્યુલેશન બનાવીને લાગુ કરી શકાય.

બાયોચાર -3

ટ્રેક્ટર સંચાલિત ઓરણી, વાવણીયો કે ખાતર સ્પ્રેડર / બ્રોડકાસ્ટરનો ઉપયોગ કરીને મોટા સ્કેલ પર લાગુ કરી શકાય. સૂકા બાયોચાર કરતા ભેજવાળો બાયોચાર વધુ સારી રીતે અનુકૂળ હોઈ શકે છે. જમીનમાં બાયોચાર લાગુ કર્યા પછી ટ્રેક્ટર સંચાલિત હળ (મોલ્ડબોર્ડ પ્લાઉ) વડે ઊંડી ખેડ ખેડવાની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે તે બાયોચારને જમીનમાં ભેળવવાને બદલે જમીનના ઊંડાણ સ્તરમાં ધકેલી શકે છે.

બાયોચાર -4

બાયોચાર પોષકતત્ત્વોને શોષવા અને તેને લીચિંગ સામે રક્ષણ આપવા માટે દર્શાવવામાં આવ્યું હોવાથી, બાયોચારને ખાતરનો ઉપયોગ કરતા પહેલાં ભેળવવાથી જરૂરી ક્ષેત્રિય કામગીરીની સંખ્યા ઘટાડીને કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે છે. બાગાયતી પાકો જેવા કે, શાકભાજી અને ફૂલોમાં બાયોચાર સીધેસીધું જમીનની સપાટી પર આપી શકાતું નથી, કેમ કે બાયોચાર વજનમાં હલકું હોવાથી પવન અને પાણી જેવા પરિબળોના કારણે ઓછી અસર દર્શાવે છે, પરંતુ, છોડની ફરતે માપસર ઊંડાઈનો ખાડો કરીને બાયોચાર આપવામાં આવે તો તે અસરકારક બને છે.

Share this post: