બટાટાની મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો : (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) પાન નીચે રહી રસ યુસી નુકસાન પહોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી ૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી ડાયમથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ઈમીડાકલોપ્રીડ ૩ મી.લી. દવા ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો, જરૂર પડે ૧૦-૧૫ દિવસના અંતરે બીજા જરૂરી છંટકાવ કરવાથી ચુસીયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાયછે. પીળા કલરના સ્ટ્રીકી ટ્રેપ ૮ થી ૧૦ પ્રતિ હેક્ટરે મુકવા.
. થડ કાપી ખાનારી ઈથળ છોડને જમીન સરખા કાપી નુકસાન કરે છે અને જયારે કંદ બેસે ત્યારે તેમાં દાખલ થઈ ગર્ભને ખાઈ પોલા (ખોખાં) બનાવીને નુકસાન કરે છે. સાંજના સમયે ખેતરમાં બટાટાના પાળા તથા થડ ઉપર ક્લોરપાયરીફોસ ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
પાન ખાનાર ઈયળ પાન ખાઈને નુકસાન કરતી
હોય છે, તે રંગે ભુખરા રંગની કે લીલા રંગની હોય છે. આ ઈયળ જણાય કે તરત જ કિવનાલફોસ ૨૦ મી.લી. પ્રમાણે ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકની અવસ્થા પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લીટર પ્રતિ હેકટર જેટલા પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ફેરોમેન ટ્રેપ ૬ થી ૮ પ્રતિ હેક્ટરે મૂકવા.
મોલ ક્રીકેટ (ભોંયતમરી) : ભોંયતમરી બટાટામાં
કાણા પાડી નુકસાન કરે છે. ભોંયતમરીના અસરકારક નિયંત્રણ માટે મેટારીજીયમ એનીસોપ્લી ૧.૧૫ વેપા (૧ X ૧૦૮ સીએક્યુ/ ગ્રામ) ર કિલો/ હે.ને વર્મીકમ્પોસ્ટ ૧ ટન પ્રમાણે ભેળવી વાવણી પહેલા જમીનમાં આપવુ. વાવણીના ૨૦ દિવસ પહેલા મેટારીજીયમએનીસોપ્લીને વર્મીકમ્પોસ્ટ ખાતર સાથે છાંયડે રાખીને સંવર્ધિત કરવું.

Tags

Share this post: