
સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ કરવું પડશે. વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતાં વધુ સમય ચાલુ રહે તો આવા સંજાેગોમાં બે હાર વચ્ચે સંગ્રહ થયેલ પાણીને બંને છેડેથી યોગ્ય નિતાર થાય તેવી વ્યવસ્થા રાખવાની જરૂર પડશે. જમીનની નિતારશક્તિ વધુ રહે તે માટે રેતી/મોરમ/ સેન્દ્રિય ખાતર ઉમેરીને વધુમાં વધુ પાણી જમીનમાં ઉતારીને મૂળ વિસ્તારમાં ભેજસંગ્રહ કરી શકાય તેમજ ભૂગર્ભજળ ઓછા ખર્ચે રીચાર્જ કરી શકાય. જમીન અને વિસ્તાર પ્રમાણે અમુક અંતરે (૧૦૦- ૨૦૦ ફૂટ) સમોચ્ચ પાળા બનાવીને પાણીને બે પાળા વચ્ચે સંગ્રહ કરી અને પાક પ્રમાણે અમુક દિવસે તેને બહાર નિતાર કરી શકાય તેવી વ્યવસ્થા રાખવી જાેઈએ.



