
બોલકી ધરતી આપણને સલાહ આપતા કહે છે કે એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં, કારણ કે જંતુઓ, રોગ અને નેમાટોડ્સની સમસ્યાઓ વારંવાર નજીકથી સંબંધિત પાકના સભ્યો દ્વારા ફેલાય છે. કયા પાક પછી કયો પાક વાવવો તે ખાસ ધ્યાન આપો. પાક ફેરબદલી કરો .નાઇટ્રોજન પુરવઠાનો લાભ લેવા માટે કઠોળ વર્ગના પાકનું બે પાટલા વચ્ચે વાવેતર કરશો તો હું તમને અને તમારા પાકને એટલે કે મુખ્ય પાકમાં નાઇટ્રોજન પૂરતી કરવામાં મદદ કરીશ . ધરતીની ફળદ્રુપતા વધારવા દર વર્ષે તમારા ખેતરના એક પ્લોટમાં લીલો પડવાશ કરી મારી અંદર ગ્રીન મેનયોર ઉમેરો પછી જુવો હું તમને કેટલી મદદ કરું છું .બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે



