
બોલકી ધરતી ઊંડા શ્વાશ લઈને કહે છે કે ઉંડેથી આવતા ઉંના ઉના પાણી, ક્ષાર વાળા પાણી, વધુ પડતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને જમીનમાં રહેલા નુકશાનકારક જંતુઓને મારવા આડેધડ જંતુનાશકો પાવાથી બોલકી ધરતી સાવ જીણા અવાજે કહે છે કે મારી સોઈલ હેલ્થ માટે જરૂરી ઉપયોગી બેકટેરીયા આ બધી આડેધડ પ્રવૃતિથી સાવ ઓછા થઈ ગયા છે ને મારો પીએચ સામાન્ય હોવો જોઈએ તેના કરતા કાતો એસીડીક થઈ ગયો અને કાતો બેઝીક એટલે કે ક્ષારીય થઈ ગયો. મારી ઉપજાવ શક્તિ સાવ ક્ષીણ થઈ ગઈ. . જમીનનો પીએચની તો ખેતી કરતા હોય એને ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે. પણ પીએચ ન્યુટ્રલ કરવાની કોઈ મહેનત લેતું નથી પછી કહે છે કે જમીન નિર્માલ્ય થઈ ગઈ છે. બોલકી ધરતી આપણને વધુ શું કહે છે તે આવતા વખતે



