ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને કરવું જોઇએ. જેથી એકમ વિસ્તારમાં ઓછું બીજ વાપરીને ખર્ચ ઘટાડી શકાય છે.

ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે ૬૦ x ૩૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે જયારે ઉનાળુ ૠતુ માટે ૪૫ x ૩૦ સે.મી. વાવણી અંતર હિતાવહ છે. સંશોધનના પરિણામો ઉપરથી જણાયેલ છે કે ગુજરાતના વિસ્તારોમાં ૪૫ X ર૦ સે.મી., ઉત્તર ગુજરાતમાં ૩૦ X રપ સે.મી. નું અંતર રાખીને વાવણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ભીંડાની વાવણી જોડિયા હાર પદ્ધતિમાં ટપક સિંચાઈ હેઠળ કરવામાં આવે તો પિયત પાણીની બચત સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે, સાથે સાથે રોગ, જીવાત તથા નિંદણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. બિયારણના દરનો આધાર વાવેતર અંતર અને પધ્ધતિ ઉપર રહેલો છે. સામાન્ય રીતે થાણીને ૪-૬ કિ.ગ્રા. તેમજ ઓરીને ૮-૧૦ કિ.ગ્રા. બિયારણની હેક્ટરે જરૂરિયાત રહેતી હોય છે.

Share this post: