
મગફળીના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો થડ અને ડોડવાનો સડો (કોહવારો) કે જે સફેદ ફૂગના રોગ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે જમીન વધારે પડતી ભરભરી (પોચી/નરમ) હોય અને દર વરસે એકના એક ચાસમાં વાવેતર કરવામાં આવતુ હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. વધારે પડતી આંતરખેડ આ રોગને માફક આવે છે. તેથી મગફળીમાં ફૂલ બેસવા સુધીમાં ર થી ૩ આંતર ખેડ કરવી. પાકમાં પાળા ન ચઢાવવા. ટૂંકમાં જમીન ભરભરી ન રાખતા કઠણ (કોમ્પેક્ટ) રાખવાથી આ રોગનું પ્રમાણ ઓછું જોવા મળે छे.



