
બે બેડ વચ્ચે એક ફૂટની જગ્યા છોડી-બે ફૂટ પહોળા અને 3-4 ઇંચ ઊંચા એવા ગાદી ક્યારા [બેડ] બનાવી તેનાપર 8 ઇંચના ગાળે નાના ટ્રેક્ટરની મદદથી ત્રણ ચાસે બિયાની વાવણી કરો અને બેડ વચ્ચેની નીચી જગ્યા-ચરમાં પિયત આપી પાક લ્યો . ગાદી ક્યારાની બાજુની ચરમાં પાણી પાઇ, ગાદીક્યારાને રીજાવી ભીંજાવી ને પિયત આપો. ગાદી ક્યારા પધ્ધતિમાં દોઢો નહીં, બમણો વજનમાં વધારો ! આનું કારણ શું ? કારણ બસ એ જ કે વાવેતરની પધ્ધતિ બદલાઇ, “ગાદી ક્યારા પદ્ધતિ” નો અમલ કર્યો, તેથી જમીનમાં પોચારો રહ્યો અને ઉત્પાદનમાં વધારો થયો.



