શક્ય હોય તો પાકની અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચનાં કારણે આ પ્રકારની સમસ્યા વધે છે.
નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફ્ળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફ્ળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે.
મગફ્ળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકસાન પામેલ ડોડવા દૂર કરો.
રોગિષ્ટ છોડની તથા જમીનની મગફ્ળી, સારી તંદુરસ્ત મગફળી સાથે ભળતી અટકાવો.
જમીનજન્ય રોગ અને જીવાતનું નિયંત્રણ કરો.
શક્ય હોય તો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન નડે તે રીતે વાવેતરનો સમય નક્કી કરો.
ડોડવાને ૮ ટકાથી ઓછો ભેજ રહે તેમ ઝડપથી સૂકવી સંગ્રહ કરો.
સૂકી અને ભેજ વગરની જગ્યામાં કોઠારની જીવાત તથા ફૂગની વૃદ્ધિ અટકાવી સંગ્રહ કરો.
એક દાણાવાળા, ચિમડાયેલા અને ઝાંખા પડી ગયેલા દાણાવાળા ડોડવા દૂર કરો.



