મગફળીમાં લીલી ઈયળ, પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) ઈયળો 

લશ્કરી ઈયળ અને લીલી ઈયળની ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી તેમાં ફક્ત નર કીટક આકર્ષાય છે અને તેનો નાશ કરવાથી માદા ફૂદી વંધ્ય બને છે અને આગળની પેઢીનો વિકાસ અટકે છે. લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈ.સી. ૨૦ મિ.લિ. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીએમાઈડ ૪૮ એસ.સી. ૩ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસ. એલ. ૩ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ પછી દવાનો બીજો છંટકાવ કરવો.

Tags

Share this post: