
મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા ક્ટિકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાસ પિંજર ગોઠવી તેમાં એકઠાં થયેલા ઢાલીયા ક્ટિકોનો નાશ કરવો. બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમએનીસોપ્લી ૧.૧૫ વે.પા. ૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં એરંડીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટર) જમીનમાં આપવું. ત્યાર બાદ ઉગાવાના ૩૦ દિવસે પાણી સાથે જમીનમાં આપવાથી ધૈણનું સારું નિયંત્રણ થાય છે. ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી રપ થી ૩૦ મીલી દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મુળ પાસે જમીનમાં ઉતરે તે રીતે આપવું. ઊભા પાકમાં ધૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા કવીનાલફોસ ર૦ ઈસી હેક્ટરે ૪ લીટર પ્રમાણે રપ થી ૩૦ મીલી દવા પ્રતિ ૧૦ લીટર પિયત પાણી સાથે આપવાથી સારું નિયંત્રણ મળે છે. ધૈણનો ઉપદ્રવ વધારે હોય ત્યારે બજારમાં મળતા દાણાદાર જંતુનાશક કલોરપાયરીફોસ ૪જી ૧૦ -૧ર કિ.ગ્રા પ્રતિ હેક્ટર દિવેલી અથવા દેશી ખાતર સાથે મીશ્ર કરી મગફળીના થડ પાસે પડે તે રીતે આપવું.



