
સુરેશભાઈ કલાણભાઈ રામાણી મુ.કમળાપુર, તા. જસદણ જી. રાજકોટ મો: ૯૯૯૮૯૯૬૫૯૦ હુ છેલ્લા દસેક વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. પરંતુ ચાલુ વર્ષે મે સુકેતુ સીડ્સની સુકેતુ મીવા વેરાયટીના ૭ પેકેટ (ડોઢ) વીઘાનુ વાવેતર કરેલુ. મે ચાલુ વર્ષે ૧.૫ વીઘા જમીનમાથી લીલા મરચા ૧૪ વાર તોડીને ૮૬૧ મણ જેવા લીલા મરચાનુ વેચાણ કરેલા જેમાથી મને ૪.૫ લાખ રુપીયા જેવી આવક મેળવી ત્યારબાદ મે મરચુ પકવવા માટે મુકી દિધુ હતુ. અંદાજે સુકુ મરચુ પણ મારે ૧.૫ વીઘા માથી ૨૮ મણ જેવુ થયુ.



