
ધવલ પ્રવીણભાઈ સીદપરા મુ.મોટી મેંગણી તા: કોટડા સાંગાણી જી. રાજકોટ મો. ૮૭૫૮૨ ૧૪૮૭૪ મેં ચાલુ વર્ષે મલ્ચીંગમા સુકેતુ મીવા મરચાની સુકવણી માટેની જાતનુ લગભગ ૪ વીઘાનુ વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના લીધે એ મારી મરચી મોટા ભાગની ભાંગી ગયેલ. તેમ છતાં મારી મરચી ટકી અને કમાણી કરાવતી ગઈ બોલો, મે લગભગ ૧૧/૯/૨૦૨૪ના રોજ વાવેતર કર્યુ હતુ. વાવેતરના ૮૦ દિવસમા તો સરસ મજાની પેલી વીણી તૈયાર થઈ ગઈ. જેને હુ રાજકોટ યાર્ડ ખાતે વેચાણ માટે લઈ જતા મારા મરચા યાર્ડમા ૬૬ રુપીયા / કીલોના ભાવ સાથે યાર્ડના સૌથી ઊંચા બજાર ભાવમા વેચાયા.



