માટીનું પૃથક્કરણ એટલે શું ?

આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી કરી બિનજરૂરી વધારાનો ખાતરનો જથ્થો આપવાનું બચાવી શકાય છે અને જે તત્ત્વની ઉણપ હોય તે માટેનું ખાતર ઉમેરી વધુ અર્થક્ષમ ઉત્પાદન લઈ શકાય છે, માટે જમીનનું પૃથક્કરણ કરાવવું સલાહભર્યું છે.