રાઈના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. પિયત પાક માટે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે જમીનમાં ઓરીને આપવું તથા ૨૫ કિલો નાઈટ્રોજન વાવણી પછી અથવા બીજા પિયત પછી પૂર્તિ ખાતર તરીકે આપવો. બિન પિયત રાઈના પાકમાં ૨૫ કિલો નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ વાવણી સમયે આપવું.
જમીન ચકાસણીના અહેવાલ મુજબ ગંધકની ઉણપ જણાય તો ભલામણ કરેલ ફોસ્ફરસ તત્ત્વ ડી. એ.પી ના બદલે સિંગલ સુપર ફોસ્ફેટ દ્વારા આપવું અથવા હેકટરે ૨૫૦ કિલો જીપ્સમ વાવણી સમયે ચાસમાં આપવું. દક્ષિણ સૌરાષ્ટ્રની ઓછા અથવા મધ્યમ પોટાશ ધરાવતી જમીનમાં હેકટરે ૭૫ કિલો પોટાશ આપવો.



