આ એક પાણીની ટાંકી સમાન છે. જે એન્જિનના આગળના ભાગે રહેલું હોય છે. ટ્રેક્ટરનું એન્જિન ચાલુ હાલતમાં હોય ત્યારે એન્જીનને ગરમ થતું આ પાણી અટકાવે છે. જ્યારે ટ્રેક્ટરથી થ્રેસર ચલાવવાનું હોય અથવા ખળીનું કામ હોય ત્યારે રેડિયેટરની જાળીમાં કચરો ભૂંસુ વગેરે ભરાઈ જાય છે. આવા વખતે રેડિયેટરની જાળીને સાફ કરવી જરૂરી છે. રેડિયેટરની ઉપર એક કેપ હોય છે, જેને પ્રેસરાઈઝ કેપ કહે છે. આ કંપને રેડિયેટર ઉપર ઘુમાવીને ટક અવાજ થાય તે રીતે સરળ લગાવવી જોઈએ. આમ કરવાથી ટ્રેક્ટરનું એન્જિન ૧૧૦૦ ડિગ્રી સુધી ગરમ થવા છતાં પણ એન્જિન ચોટ થતું નથી કે હોઝ પાઈપ તૂટતી નથી. જેનાથી ગરમીનાં વાતાવરણમાં પણ એન્જીન સારી રીતે ચાલી શકે છે. આ ઢાંકણ ‘પ’ને સામાન્ય સમજવી ન જોઈએ કેમ કે તેના દ્વારા જ ગરમ હવા ઓવર ફ્લો પાઈપથી બહાર જતી રહે છે તથા પાઈપ અને વોટરપંપ સીલ તથા લિકેજ થતા અટકે છે. ઢાંકણ ‘કેપ’ બરાબર ન લગાવવાથી રેડિયેટરનું પાણી ટ્રેક્ટરના ઝટકાથી બહાર નીકળી જાય છે તેમજ જલ્દીથી પાણી ખતમ થઈ જાય છે. પરિણામે એન્જિન ખરા કાર્ય માટે ગરમ ન થતા ટ્રેક્ટર વધારે લોડ વેઠી શકતું નથી અને અંતે ટ્રેક્ટર વધારે ધૂમાડા ઓકતું થઈ જાય છે.



