રાજગરાની ખેતી પદ્ધતિ :

આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે.
જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ
શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનમાં સારો થાય છે. ફળદ્રુપ અને કાંપવાળી જમીનમાં વધુ ઉત્પાદન મળે છે.
જમીનની તૈયારી : ખરીફ પાક લીધા પછી જે તે
ખેતરની અંદર ડીસ્ક હેરો/ રોટાવેટર દ્વારા ખેડ કરવી અને ત્યાર બાદ હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. ટ્રેકટરથી ઊભી આડી એમ બે ખેડ કરી વાવણી માટે જમીન તૈયારી કરવી.

Tags

Share this post: