થર્મોસ્ટેટ વાલ્વ ટ્રેક્ટર એન્જિનનું નિયત તાપમાન જાળવી રાખવામાં તેમજ ડીઝલને પૂરી રીતે જલાવી નાખવામાં મદદરૂપ થાય છે. જેના કારણે એન્જિન પૂરા હોર્સપાવરથી કામ આપે છે. આ યંત્રની ખામીને લીધે ટ્રેક્ટરનું તાપમાન ઠીક લેવલ સુધી ન થતા ડીઝલ પૂરેપૂરું બળે નહીં, જેથી ધૂમાડા વધુ નીકળે અને ઓછી શક્તિ ઉત્પન્ન થતાં ખેતકાર્યોંમાં મુશ્કેલી પડે તેમજ એન્જિન જલ્દીથી મરામત માંગે માટે આ યંત્રને ભૂલેચૂકે બહાર ન કાઢતા ઠીક રાખવું હિતાવહ છે.



