રાજગરાની વાવણી પૂંખીને તેમજ હારથી કરી શકાય છે.
1 પૂંખીને : પૂંખીને વાવેતરની પદ્ધતિમાં ખેતરના ઢાળને લક્ષ્યમાં રાખી અનુકૂળ માપના ક્યારા કરી રાજગરો હાથ વડે પૂંખી પંજેઠી વડે જમીનમાં ભેળવી દેવામાં આવે છે. ત્યાર બાદ હળવું પિયતઆપવામાં આવે છે. બીજું હલકું પિયત ૪ થી ૫ દિવસે આપવાથી મોટાભાગનો રાજગરો ઊગી જાય છે. પરંતુ આ પદ્ધતિમાં નિંદામણનો નાશ કરવો ઘણો જ મોટો પ્રશ્ન રહે છે, જેથી નિંદામણ ખર્ચ વધી જતાં આર્થિક રીતે આ પદ્ધતિ કરતાં હારમાં વાવેતર કરવાથી નિંદામણ મુકત ખેતર રાખી સારો આર્થિક ફાયદો મેળવી શકાય છે.
૨. હારમાં : આ પદ્ધતિમાં રાજગરાને હારમાં વાવવામાં
આવે છે.બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.થી ૧૫ સે.મી. અંતર રાખવું. બિયારણનો દાણો નાનો હોવાથી છોડ પ્રમાણસર જળવાઈ રહે તે માટે તેની અંદર દિવેલીનો ચાળેલો ખોળ અથવા અળસિયાનું ખાતર અથવા સારું કહોવાયેલુ છાણીયું ખાતર ૧: ૪ ના પ્રમાણમાં ભેળવવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજ ચાસમાં ૧ સે.મી.થી ૧.૫ સે.મી.થી વધુ ઊંડુ ન પડે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ પદ્ધતિમાં આંતરખેડ દ્વારા નિંદામણ દૂર કરવામાં અનુકુળતા અને નિંદામણ ખર્ચ ઓછો કરી શકાય છે.
બીજનો દર : હારમાં વાવણી માટે ૧.૫ થી ૨.૦૦ પ્રતિ હેકટરે બીજનો ઉપયોગ કરવાની ભલામણ છે.


