
રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર? શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ પદ્ધતિઓ છે? મિત્રો આ ખેતીનો ઉદેશ છે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્યને જાળવવાની અને સુધારવાની , ઇનપુટ ખર્ચ ઘટાડવા અને ખેતીને વધુ આબોહવા-સ્થિતિસ્થાપક બનાવવાનો આ પ્રયોગ માટે કૃષિ વૈજ્ઞાનિકો રસ્તો શોધી રહ્યા છે. પુનર્જીવિત ખેતી વ્યવહારુ છે, ઓછા ખર્ચે કોઈપણ ખેડૂત તરત જ શરૂ કરી શકે છે.



