લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી રહ્યું છે. આના નિયંત્રણ માટે 3 પગલાં લેવા પડે એક 4 કિલો ફર્ટેરા પ્રતિ એકર આપી પિયત આપવું. બીજું ડેલિગેટ અથવા એમાંમેકટીન 5 ટકા 10 ગ્રામનો સ્પ્રે દિવસ આથમે કરવો પડે અને ત્રીજું નવી પેઢીના લશ્કરીના ફુદા પકડવા સામુહિક રીતે 3 થી 4 ફેરોમોન ટ્રેપ વીઘે લગાડવા પડે તો નવી પેઢી કાબુમાં આવશે . અત્યારે તો છેલ્લા સ્ટેજની લશ્કરી તીથવાની સીમમાં પુષ્કળ દેખાય રહી છે. તમે પણ તમારા જીરુંના પાકનું નિયમિત અવલોકન કરજો અને તમારા નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરજો . વિચાર આવે છે કે આપણી કૃષિ યુનિવર્સીટી નિશ્ચિત સેન્ટરોમાં ફેરોમોન ટ્રેપ મૂકીને કે હવામાનના આધારે નિર્ણયો લઈને વખતો વખત આપણને કઈ જીવાત ક્યાં વિસ્તારમાં દેખાઈ રહી છે તેનું સામુહિક બુલેટિન આપવનું કેમ નહિ વિચારતા હોય ? સવાલ મોટો છે, જો કે વૈજ્ઞાનિક બધા સુતા છે, આપણે જ જાગવું પડશે . ગ્રામ પંચાયતમાં એક કૃષિ સ્નાતક રાખી બારે માસ તેની સેવા લેવાનું ગોઠવો .

Share this post: