– માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે તે જિલ્લા પ્રમાણે જુદુ જુદુ, જમીનની પ્રત મુજબ મળતું હોય, વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય તે માટે આપણે માહિતી મેળવીયે , કૃષિ નિષ્ણાંત ને પુછિયે , કૃષિ ના માસિક ઘરે મંગાવિયે , કૃષિ નિદર્શનો જોવા જઈએ , એકલું સોસીયલ મીડિયા ઉપર મદાર રાખવા કરતા સાચી માહિતીને પારખીયે , ક્યાં થી સાચી માહિતી મળે તે બરાબર આકલન કરીયે જેથી કોઈ વાતમાં દોરવાય ના જઇયે તો આજે ખેતી સારી છે



