વરિયાળીનો જીવાત : દાણાની મીજ

માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ વરીયાળીનાં દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે. પુખ્ત મીંજ સ્ટોર/ ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓકટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નીકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. વરીયાળીમાં દાણાની મીંજ જીવાતથી ૪૦% કરતાં વધુ નુકશાન અંદાજવામાં આવેલ છે.
નિયંત્રણ વ્યવસ્થા
વરિયાળીમાં દાણાની મીંજના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે થાયોમેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૦.૦૦૮૪% (૩.૩૬ ગ્રામ /૧૦ લી. પાણી) અથવા એસીટામીપ્રીડ ૨૫ એસપી ૦.૦૦૪% (૨ ગ્રામ /૧૦ લી.પાણી) ના બે છંટકાવ કરવા. જે પૈકી પ્રથમ છંટકાવ વરીયાળીમાં દાણાની મીંજનો ઉપદ્રવ શરૂ થયેથી તથા ત્યારબાદ બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.

Tags

Share this post: