વરિયાળીનો જીવાત : વરિયાળીમાં મોલો

વરીયાળીની મોલો આકારની તેમજ આછી લીલા/ પોપટી રંગની કે આસમાની સફેદ રંગની દેખાય છે. બચ્ચાં તેમજ પુખ્ત મોલો વરીયાળીની વાનસ્પતિક તેમજ ફલીકરણ અવસ્થાને નુકસાન કરે છે. બચ્ચાં તેમજ પુખ્ત મોલો વરીયાળીના પાન, પ્રકાંડ તેમજ ઝુમખામાંથી રસ ચૂસે છે.
નિયંત્રણ
(૧) ચોમાસુ વરીયાળીની ફેરરોપણી ૧૫મી ઓગસ્ટે કરવી તથા શિયાળુ વરીયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં કરવી. સમયસરની વાવણીમાં જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે
(૨) ભલામણ અનુસાર સેન્દ્રીય ખાતર તેમજ નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉપયોગ કરવો.
(3) પરભક્ષી દાળિયા મોલોનું નિયંત્રણ કરવા માટે અસરકારક પૂરવાર થયેલ છે. તેનું સલામત જંતુનાશકોનો ઉપયોગ કરી સંરક્ષણ કરવું.
(૫) રાસાયણિક નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૬૮ એસએલ (૪ મિલી/ ૧૦ લિ.) અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઈસી (૨૦ મિલી/ ૧૦ લી.) અથવા થાયોમેથોક્ઝામ રપ ડબ્યુજી (૩.૩૬ ગ્રામ/૧૦ લીટર) પૈકી કોઈપણ એક જંતુનાશક દવાના બે છંટકાવ કરવા. બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ દિવસ પછી કરવો.

Tags

Share this post: