લક્ષણો : વરિયાળીના પાકમાં તાજેતર વર્ષોમાં
પણગુચ્છનો રોગ જોવા મળેલ છે. જેને માટે “ફાઈટોપ્લાઝમા” નામનો રોગપ્રેરક જવાબદાર છે. જે જમીનમાં અગાઉ તલનું વાવેતર કરેલ હોય તેવા ખેતરમાં ઉપદૂવ વધારે જોવા મળે છે. આ રોગપ્રેરકનો ફેલાવો ‘હોપર’ નામની જીવાત કરે છે. રોગની અસરશરૂઆતથી જણાય છે. છોડના નીચેના પાન પીળાં પડવા લાગે છે અને છોડ ઠીંગણો રહે છે. છોડ ઉપર ચક્કર બેસતાં નથી. પરંતુ ફૂલમાંથી સીધો વાનસ્પતિક વિકાસ થાય છે અને દાણા આવતા નથી.
નિયંત્રણ
(૧) શક્ય હોય ત્યાં સુધી અગાઉ તલનું વાવેતર કરેલ હોય તેવા ખેતરમાં વરિયાળનો પાક ન લેવો.
(૨) ખેતરમાં એકલ દોકલ રોગીષ્ઠ છોડ જણાય તો ઉપાડીને તેનો નાશ કરવો.
(૩) રોગનો ફેલાવો કરનાર કીટકનું રાસાયણિક જંતુનાશકો દ્વારા નિયંત્રણ કરવું.



