
ખેડૂતો ૪ કેપ્સ્યુલ (ભાવ : ૨૦ રૂપિયા પ્રતિ ૪ કેપ્સ્યુલ), ગોળ અને ચણાના લોટને મિશ્ર કરીને ૨૫ લિટર પ્રવાહી મિશ્રણ તૈયાર કરી શકે છે. મિશ્રણ ૧ હેક્ટર જમીન અથવા ૨.૫ એકર ક્ષેત્રને આવરી લેવા માટે પૂરતું છે. આનો ઉપયોગ તમામ સ્વરૂપોમાં અને કોઈપણ ખેતરમાં કરી શકાય છે.
પરાળનું વિઘટન પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ ૨૦ દિવસ લાગે છે જે ખેડૂતોનો અંદાજિત ૨૫ દિવસનો સમય બચાવે છે અને વહેલી વાવણી કરવામાં મદદરૂપ થાય છે.



