વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને લાભકર્તા જ હોયછે ઝાડમાંથી સૂકાઇ ગયેલી કે કો રોગીષ્ટ બની ગયેલી ડાળીઓને કાપી દૂર કરવા. ઝાડની ઘટાની બરાબર નીચે ઘેરાવાના પ્રમાણમાં પાતળી ચર બનાવી પાતળા મૂળો કાપી પરાણે આરામ ઉપર ઉતારી કટાણાનો ફાલ પકડાવવા . ડાળીની ઉપલી છાલમાં એકથી દોઢ ઇંચ પહોળા કાપની રીંગ દઈ છાલમાં વહેતા પાકા ખોરાક્ને ઉપલી ડાળીમાં જમા કરાવી વધુ ફાલ પકડાવવા . બોરડી, કપાસ જેવા પાકો ફાલ ભૂલી વધ પકડી ગયા હોય ત્યારે તેની ડાળીઓની આગળ વધતી ડુંખોને મોરી લઈ ફાલ બાજુ તેનું ધ્યાન કેંદ્રીત કરાવવા પ્રુનીંગ કરાય છે.

Tags

Share this post: