
તમેજ વિચાર કરો , દેશ અને દુનિયામાં વિકાસ થઇ રહ્યો છે ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં અનાજ, ફળો , શાકભાજીની અછત નથી થઇ .કરોડો લોકો સ્વાસ્થ્ય માટે સલાડ અને સારા ફળો માંગે તો ખેડૂતો મહેનત કરીને તે પુરા પાડે છે .આ માટે આપણે જમીન વગરની ખેતી, ગ્રીન હાઉસ , હાઇડ્રોપોનીક્સ અપનાવ્યું . શું આવતા થોડા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ? શું ખેતી વગર ચાલશે ? શું ખોરાક ફેક્ટરી માં બનશે ? દુનિયામાં એક વિચાર એવો ચાલી રહ્યો છે કે તમને તે જાણીને આશ્ચર્ય થશે તેની વાત કરું તે પહેલા આપણા પૂર્વજો કરોડો વર્ષ પહેલા પ્રાણીઓ અને પશુને મારીની ખાતા પછી ઉત્ક્રાંતિ થઇ અને હજારો વર્ષ પહેલા મનુષ્ય માટે જરૂરી પોષણ માટે ખેતી સંસ્કૃતિની શોધ કરી આ કાળને વિશ્વ એગ્રીકચર રિવોલ્યુશનના નામે ઓળખે છે . આપણે ગાઈએ છીએ મેરે દેશ કી ધરતી …બાયો ટેક્નોલોજી આપણને મદદ કરશે એટલે ખેતી અને ખેડૂત વગર ચાલવાનું નથી . એકવીશમી સદીના આધુનિક ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન પછી માનવીના પોષણ માટે 2050 સુધીમાં બાયો ટેક્નોલોજી ક્ષેત્રે અનોખું સંશોધન ભલે થાય તો પણ ખેતી વગર નહિ ચાલે ? અને ખેડૂત સુખી તો જગ સુખી !



