સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે

આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ કે શણિયાર જેવા ઘાસને નીંઘલ્યા પછી ફૂલો આવવાની વેળાએ વાઢી લઈ, હવાચૂસ્ત જગ્યામાં રાખી દેવામાં આવે તો લાંબો સમય બગડ્યાં વિનાનાં રાખી શકાતાં હોય છે. તેના રંગમાં થોડો ફેર પડે પણ ગુણવત્તા જળવાઇ રહેતી હોય છે. થોડો બદલાવ આવી જતો હોય છે-તેમાં એક પ્રકારની વાસ આવતી હોય છે પણ ધીરે ધીરે જાનવરને ટેવ પાડવાથી ખાતું કરી શકાય છે. સાયલોપીટ = લીલા ઘાસને હવાચૂસ્ત રાખવા માટે ગોળ ખાડો ખોદવો પડે છે.

ફરતી ગોળ પાક્કી દિવાલ ચણી લેવાય તો વધુ ફાવે. પાક્કી ન બાંધીએ તો પણ ખાડાને તૈયાર કરેલી કોઠીને “સાયલોપીટ” કહેવાય છે… મૂળ વાત એ કે ખાડો હવાચૂસ્ત રહેવો જોઇએ. હવે તો પ્લાસ્ટિક બેગમાં પણ સાયલેજ કરી શકાય છે. સાયલોપીટમાં નીચેથી લીલાઘાસના થર પાથરતા જવાના અને વજન આપી ખૂબ દબાવતા જવાનું વચ્ચે વચ્ચે થોડું મીઠું અને છાશ છાંટતા જવાના.આમ ઉપર સુધી આખો ખાડો ભરી એકદમ હવાચૂસ્ત બનાવી દેવાનું. પછીથી જ્યારે જરૂર પડે ત્યારે ઉપરથી ખોલીને ખવરાવી શકાય છે.

Share this post: