મોટા વાસણમાં જરૂર મુજબનું પાણી લઈ તેમાં ૧૦૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર ભેળવવું. આ દ્રાવણમાં ૧ હેક્ટરના જરૂરી હોય એટલા ધરૂ લઈ તેના મૂળ ઉપરોક્ત દ્રાવણમાં ડૂબે તે રીતે ૧૦-૧૫ મિનિટ રાખી તરત જ ધરૂની રોપણી ખેતરમાં કરવી. આ માવજત આપ્યા બાદ વધેલા દ્રાવણ ખેતરમાં જ રોપેલ ધરૂના મૂળની આસપાસ જમીનમાં આપી શકાય.



