હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન

હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ ગણાય છે. તેથી મે ની ૧૫ મી તારીખ આસપાસ અને મોડામાં મોડું ચોમાસાની શરૂઆતમાં હળદરની રોપણી કરી દેવામાં આવે છે. ચોમાસામાં છોડની વાનસ્પતિક વૃધ્ધિ અટકી જાય છે. અને હળદરની ગાંઠની વૃધ્ધિ થવા માંડે છે. હળદર માટે મધ્યમથી લાંબુ ચોમાસુ અનુકૂળ છે.

Share this post: