હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે

હોળીની ઝાળ , અખાજ ત્રીજનો પવન , ટીટોડીના ઈંડા , લીમડામાં લીંબોળી , બોરડીમાં બોર , નિન્દામણમાં છોડવા, ભડલીના સુવાક્યો, પક્ષીની વર્તણુક આ બધું જોઈને આપણા અનેક અનુભવીઓ વર્ષા વિજ્ઞાનના વર્તારા કરતા હોય છે .આ વર્ષની ગરમીની વાત અને દનૈયાં તપયાની વાત કરતા સૌનું કહેવું છે કે આવતું વર્ષ પૂરતો વરસાદ છે વચ્ચે થોડું વાયરું આવશે એવું પણ ટપકું મૂકે છે ત્યારે એટલી કૃપા થાય કે ગયા વર્ષની જેમ આખો ઓગસ્ટ કોરો રહ્યો તેવું ન થાય અને મેં પાણી સારા પડે તો આવતા વર્ષની ખેતી સારી કરીને ખેતી માંથી આવક મળશે તેવું લાગે છે ત્યારે જો વરસાદ વહેલો અથવા તો સમયસર થાય તો મગફળી નું બીજ લેવાનું થાય તો સીધા મગફળી ફોલ કે મિલોમાં લાઈન નો લગાવતા . જો વહેલી સમયસર વરસાદ થાય તો મગફળીની મુઠ ગણાય પણ કપાસ પણ આપણે કરવો જોઈએ તેમાં બોલગાર્ડની સારી જાતો પસંદ કરી શકાય .ચાલો સૌને ખુબ સારા વર્ષની શુભેચ્છા.

Tags

Share this post: