ક્રોમાફેનોઝાઇડ
એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે.


