August 23, 2025

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી અથવા તો ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભૂકી છાંટતા ઈયળો મરણ પામશે. બગીચામાં સ્વચ્છતા જાળવવી, સૂકાઈ ગયેલા કે […]

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક Read More »

જીવાત : ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન ૪% (૨૪% ઇસી) 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : ચીકુમાં મોથ Read More »

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. #lemonbutterfly #લીંબુનુંપતંગિયું #citrus #limbu #લીંબુ

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ) Read More »