April 21, 2026

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું? Read More »

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે સ્કોવીલ હિટ યુનિટ જેટલા વધારે એટલી મરચી તીખી. ભારતની પાતળી લાંબી મરચીમાં ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ SHU હોય છે. દા.ત. જ્વાલા, સિન્દુરિયા મરચી, ગુન્ટૂરની

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું? Read More »