‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે કાર્ય કરવા માંગતા હોઈએ તે મુક્ત રીતે કરી શકીએ એવી છૂટ કે સ્વતત્રતા, એનું નામ મોકળાશ !
માણશની માફક વનસ્પતિ સૃષ્ટીને અને એમાંય આપના પાલતું પાકોને વધવા – વિકસવામાં જરૂરી મોકળાશ મળે તો કેવા બને, અને ‘સંકળાશ‘ (ગીચતા) કેવી આપદા ઊભી કરે છે, તેની વાત કરવી છે.






