બાગાયત

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને […]

દાળિયા (લેડી બર્ડ બીટલ) Read More »

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે પાણી આપીએ ત્યાં બેસી જવાનું હોય ચોમાસું. ખેડૂતને પિયત બાબતે જાજી લમણાજીક ન રહે. વળી પોણો ઉનાળો ઉપરથી ગયો હોય, ઝાડવા આપમેળે જ

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ? Read More »

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X ૩ મીટર, ૬ મીટર x ૪ મીટરના ગાળે અનુકૂળતા પ્રમાણે અંતર રાખી એકમ વિસ્તાર દીઠ વધુ સંખ્યામાં કલમો રોપી શકાય છે. સાંકળા ગાળે

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ? Read More »

કેરીની લણણી કયારે કરવી જોઈએ.

પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી જાત મે માસના બીજા થી ચોથા અઠવાડિયામાં ઉતારવાલાયક બને છે. વશીબદામી, દાડમિયો, નિલ્ફાન્સા, આમ્રપાલી જેવી હાઈબ્રિડ જાતો જૂન માસમાં તૈયાર થાય છે. મકારામ,

કેરીની લણણી કયારે કરવી જોઈએ. Read More »

આંબામાં મેઢ આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી અથવા કલોરપાઈરીફોસ દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુક્યા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું. વઘુ ઉપદ્રવીત ડાળીઓને કાપી નાંખવી.

આંબામાં મેઢ આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ વોટરની ખાલી બોટલમાંથી બનાવેલ ફળમાખી ટ્રેપમાં મુકવા અથવા ફળમાખીના બ્લોક એગ્રીલેન્ડ કંપ્નીના મુકવા અથવા આંબાવાડીયાની ચારે બાજુ કાળી તુલસી વાવી તેના પર ર૦ દિવસના અંતરે ફેન્થીયોન ૧૦૦ ઈ.સી. ૧૦ મીલી/૧૦

આંબામાં ફળમાખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા પડે છે. મોર સુકાઈ જાય છે. કેરી ઉપર ઘેરા બદામી અથવા કાળા રંગના પાણી પોચા ધાબા પડે છે અને કેરી સડી જાય છે.

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી ર૫ નાના ખાડા કરી એ ખાડામાં ડ્રેન્ચીંગથી આપી શકાય.

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ? Read More »

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?

ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી.

આંબામાં ખાતર કઈ રીતે આપવું ? Read More »

આંબામાં વાનસ્પતિક વિકૃતિ

પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે. ૧. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે. ર. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં ઉપયોગ કરવાથી વધે છે.

આંબામાં વાનસ્પતિક વિકૃતિ Read More »