ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ? આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા ઝાલરવાળી પાંખો ધરાવતા ફુદા જોવા મળી રહ્યા છે તેવું કૃષિ નિષ્ણાંત શ્રી ગનીભાઇ જણાવે છે, મિત્રો ગયા વર્ષે ગુલાબીનો ઉપદ્રવ શરૂ શરૂમાં ન હતો પણ બધી ખબર હોવા છતા છેલ્લે જાતા જે મિત્રો દવા છંટકાવનું ચૂકી ગયા તેને પાછતરા કપાસને ગુલાબી અડી ગયેલી . આજે જયારે આ લખાય છે ત્યારે કરશનભાઇના કપાસમાં ગુલાબીના ફુદા ઉડે છે ત્યારે ખેતરમાં સુસુપ્તઅવસ્થામાં પડેલી ઈયળ શું વાત કરે છે તેની વાતો આવતી કાલથી તમે krushivigyan.com પર વાંચજો.