
• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના હોય છે જૈવિક આઘાત (biotic stress) અને બીજું અજૈવિક આઘાત (Abiotic stress)



