ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?

કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્રષ્ટિએ તેમાં પણ આવક—જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ જરૂરી છે. ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ માત્ર ખેતી કરનાર ખેડૂત માટે જ છે એવુ નથી પરંતુ ખેડૂત ઉપરાંત ખેતી સાથે સંકળાયેલ સરકારી વિભાગો, ધિરાણ કરતી બેંકો અને ખેતી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ સહુ માટે આ જાણકારી ખેતીને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવામાં ખૂબ જ ઉપયોગી બને છે.

Tags

Share this post: