
લીબું વર્ગના ફળની વાડીમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફૂદાઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ફળ પર ભૂરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતા ફૂદાઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ૩ મિ.લી. અને ૨૦૦ ગ્રામ મોલાસીસ ઉમેરી ઝેરી પ્રલોભિકા બનાવી ફળપાકોમાં થોડા થોડા અંતરે મૂકવાથી આ ફૂદાઓનુ અસરકારક નિયંત્રણ કરી શકાય છે. સાંજનાં અંધારુ થવાના સમયે (૬ થી ૭ કલાકે) ફળની વાડીમાં ધૂમાડો કરવાથી રસ ચૂસનાર ફૂદાને આવતા રોકી શકાય છે.



