
મગફ્ળીના પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવે તો ૨૦ થી ૪૫% સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફ્ળીના પાકને પ્રથમ દોઢ મહીના સુધી નિંદામણમુક્ત રાખો. એટલા માટે વાવણી પછી ૨૦ દિવસે પ્રથમ આંતરખેડ અને હાથ નિંદામણ કરવા. ત્યારબાદ ૨૦ દિવસ પછી બીજીવાર આંતરખેડ અને હાથ નિંદામણ કરવા અથવા મજૂરીના દર ખૂબ ઊંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે ઓક્ઝીફ્લુરાફેન ૦.૨૪ કિ.ગ્રા./હે. (૧ લિ./હે.) અથવા ફ્લુફ્લોરાલીન ૦.૯ કિ.ગ્રા./હે. (૨ લિ./હે.) દવા ૫૦૦ લિટર પાણીમાંઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણના સ્ફૂરણ પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અને મગફ્ળી ૨૦ દિવસની થાય ત્યારે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૦.૦૫ કિ.ગ્રા. અથવા ઈમીઝેથાપાયર નિંદામણનાશક દવા ૦.૦૭૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો. – આ ઉપરાંત ૪૦ થી ૫૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.નિન્દામણનાશક વિષે કૃષિ નિષ્ણાતને પૂછીને વાપરવી



