
આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ દમણ ઉપરથી પસાર થઈ ગયું હશે આપણે નબળું પડીને પસાર થાય તેવી આશા રાખીયે જેથી તેના લીધે નુકશાન ઓછું થાય . ભર ચોમાસામાં આવતા અમુક વાવાઝોડા ઘણી વખત ઉપકારક પણ નીવડતા હોય છે તેવું સૌરાષ્ટ્રના ખેડૂતોને ભૂતકાળનો અનુભવ છે સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે આવતા વરસાદી વાવાઝોડાને લીધે ભૂતકાળમાં વરસાદ આવી જતો અને સૌરાષ્ટ્ર દુષ્કાળ માંથી બચી જતું .જો કે છેલ્લા થોડાં વર્ષો થી સારા વરસાદે ગુજરાતની ખેતીને લાભ કર્યો છે .આશા રાખીયે કે આવી રહેલ ચોમાસાની સીઝન ખેડૂતો માટે સારી રહે અને આપણે વરસેલા પાણીનો સંગ્રહ કરવા કરેલા ચેકડેમ છલકાય જાય .



