કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત

આ વર્ષે ડુંગળીની બઝાર એમજ રહી ડુંગળીની ખેતીમાં બહુ કઈ લાભ ખેડૂતોને મળ્યો નહિ. ડુંગળીની બઝાર સતત ઢીલી રહી . સમાચાર છે કે નાફેડ 15 મેં 2023 આસપાસ બફર સ્ટોક માટે બઝારમાંથી ડુંગળી ખરીદશે જેથી ઉપભોક્તાઓને વ્યાજબી ભાવે જરૂર પડે ત્યારે ડુંગળી મળી રહે. કર્ણાટકમાંથી આ વર્ષે કેરીની નિકાસ બાંગ્લાદેશ અને અમેરિકામાં થશે એવા વાવડ છે. કાશ્મીરી સફરજન ઉગાડતા ખેડૂતોને સફરજનના સારા ભાવ મળી રહે તે માટે વિદેશમાંથી સફરજન આયાત કરવામાં આયાતનો નવો નિયમ આવ્યો છે કે સસ્તા સફરજન આયાત કરી શકાશે નહિ. બીજું જાણકારો કહે છે કે કપાસ બઝાર ની વધઘટને લીધે હજુ પણ સારો એવો કપાસ વેચ્યા વગરનો ખેડૂતોના ઘરમાં પડ્યો છે તો સામે ઓસ્ટ્રેલિયાથી સારી ક્વાલિટીનો કપાસ કાપડ મિલો માટે આયાત કરવામાં આવશે તેવા સમાચાર પણ છે ? આ વરસે કપાસની ખેતી બધાને કરવી છે કપાસની ખેતી ઓછા કે સારા વરસાદ માં પણ શકય છે. ચાલો કપાસના બોલ ગાર્ડ – ૨ કપાસ વાવીએ.

Tags

Share this post: