હવે જિનેટિકલ મોડીફાઇડ રાયડો આવવાનો છે

રોટરી ઇન્ટરનૅશનલ દ્વારા આખા વિશ્વમાં પોલીઓની રસી માટે અનુદાન આપીને વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાનું બીડું રોટરીએ જડ્પ્યું છે, આખા વિશ્વમાં રોટરી પોલીઓની રસી પહોંચાડે છે. ભારત પણ એમનું એક છે. આજે ફક્ત બે દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિવાય આખા વિશ્વમાંથી પોલિયોને નાબૂદ કરવામાં મદદ મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જૂની પોલીઓની રસીમાં મ્યુટેશન થયું હોવાથી નવી રસી માટે બાયોટેક્નોલોજી મદદે આવ્યું છે. હવે આપવાની રસી નવા સ્વરૂપે આવશે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આપવામાં આવશે.આપણી ખેતીમાં પણ બાયોટેક્નોલોજીનો ચમત્કાર આપણે બીટી કપાસ દ્વારા જોયો છે હવે જિનેટિકલ મોડીફાઇડ રાયડો આવવાનો છે. બાંગ્લાદેશ દેશમાં બીટી રીંગણ અને વિદેશમાં જિનેટિકલ મોડીફાઇડ મકાઈ, સોયાબીન વગેરે સફળ થયા છે તે આપણે જાણીયે છીએ કે આ વર્ષે ફોર જી કપાસ છોડીને બધા ખેડૂતો ફરી બોલગાર્ડ ટૂ કપાસની પસંદગી કરી છે, હવે નવી ટેક્નોલોજીની કપાસ રાહ જોવે છે.

Tags

Share this post: