
કારતક મહિનો એટલે ડહાપણનો મહિનો, હિસાબનો મહિનો, કારતક મહિને એ સમજાય કે ખર્ચ બાદ કરતા સિલક કેટલી રહી, આ જમા ઉધારની નોંધ આપણને ઘણું શીખવી જાય છે. કારતક મહિને કરેલી ડાયરીની નોંધ આવતા વર્ષ માટે સોનેરી નિર્ણયોની ગરજ સારે છે. પરંતુ થાય છે એવું કે જેઠ મહિને જમીનને જીવતી રાખવાના પ્રયત્નના ભાગ તરીકે ગૌશાળામાંથી ટ્રેલર લાવીને ગોધન નાખી છાણને સેડવીને ચાસે ભરવું છે. તે ભુલાય નહિ તે જોવું . . બીજ પસંદ કરવા જાય ત્યારે ગયા વર્ષે જોયેલા નિદર્શનની નોંધ, તમારા ખેતરમાં સફળ થયેલી જાતને પડતી મૂકીને ડીલર બંધુ ના આગ્રહ સામે તમારા નિર્ણયોને કાયમ રાખજો. હા, નવીન હાઈબ્રીડ બીજનો અખતરો જરુર કરજો પણ તે દિવસે ડીલરને ત્યાં બેઠેલો બીજો ગ્રાહક ફલાણી મરચીની કે કપાસની જાત લે છે એટલે તે લેવું તેવું નહિ કરતા. આ વાત તમારી કારતક મહિનાની ડાયરીમાં નોંધો અને જેઠ મહિને આ ડાયરી ખુબ જ ઉપયોગી થશે અને તમે સાચા વૈજ્ઞાનિક ખેડૂત બનશો. આવું કરનારા અનેક ખેડૂતો છે જે આજે દીપાવલી રંગે ચંગે ઉજવી રહ્યા છે કારણ કે તેમને તેમના લીધેલા નિર્ણયોની સમજણ છે. આ છે ડાયરી રાખવાની ટેવ કે હિસાબ પોથી રાખવીની ટેવનો લાભ



