
ખેડૂતને વૈજ્ઞાનિક માહિતી સમયસર અને સચોટ રીતે મળી રહે તે માટે આઈ.સી.એ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા દિલ્હી અને ભારતની પ્રખ્યાત અને જાપાનના કોલિબ્રેશનમાં ગ્રીન પેસ્ટીસાઈડ બનાવતી જાણીતી કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ દ્વારા તાજેતરમાં એમઓયુ થયું આઈસીએઆર અને ધાનુકા મળીને ખેતીની નવી ટેકનોલોજીની માહિતી ભારત વર્ષના હજારો ખેડૂતોને સરકારી ખેતી વિભાગ અને ભારતભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી સંયુક્ત રીતે ખેડૂતોને આપશે . ધાનુકા કંપનીનામાલીક ડોક્ટર આર જી અગ્રવાલ અને આઈસીએઆર ના વડા શ્રી ડોક્ટર યુએસ ગૌતમ ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડી ખેતી ઉત્પાદન વધારવાના નવા રસ્તા બતાવશે



